વિશાખાપટ્ટનમમાં ક્રેન ઊંધી વળતાં 10 લોકોનાં મોત

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં એક મોટી દુર્ઘટના બની છે. વિશાખાપટ્ટનમની હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક ક્રેન પડી જવાને કારણે 10 લોકોનાં મોત થયાં છે અને ચાર વ્યક્તિ ઈજા પામી છે. 10 મજૂરોના મોતની પુષ્ટિ કરતાં મલકાપુરમ સર્કલના ઇન્સ્પેક્ટર કુના દુર્ગા પ્રસાદે કહ્યું હતું કે રાહત કાર્ય હજી પણ જારી છે અને આ દુર્ઘટનામાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં અને કેટલા લોકો ઘાયલ થયા એની ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી થઈ. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લોડિંગ ઓપરેશન દરમ્યાન ક્રેનનો કેબલ કથિત રૂપથી ફસાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસ પણ બચાવ કાર્યમાં જોડાઈ હતી. ટોલને ઉપર લઈ જવાની સંભાવના છે, કેમ કે કેટલાક વધુ લોકો ક્રેનના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે.એ તત્કાળ માલૂમ નથી પડ્યું કે ક્રેનના પડવાની સાઇટ પર કેટલા કર્મચારીઓ હાજર હતા.

આ ઘટનાના સમાચાર ફેલાતાં પરિવારજનોની સુરક્ષા વિશે માહિતી મેળવવા શ્રમિક પરિવારોના સભ્યોની સાથે શિપયાર્ડમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી. શિપયાર્ડ અને પોલીસ અધિકારી ઘટનાસ્થળે કોઈને પણ જવા નહોતા દેતા અને બચાવકાર્ય પુરજોશમાં ચાલુ હતું.

આ ઘટનાની માહિતી આપતાં DCP સુરેશ બાબુએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન શિપયાર્ડમાં ક્રેન પડી જવાની ઘટના બની છે, જેમાં 10 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક મોટી ક્રેન પડતી દેખાઈ રહી છે.