બ્રિટન AMRના સંશોધન માટે ભારત સાથે સંયુક્ત ભાગીદારી કરશે

લંડનઃ બ્રિટન અને ભારતે એન્ટિ-માઇક્રોબિયલથી લડવા માટે પાંચ નવા પ્રોજેક્ટોમાં વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે સહયોગ કરી રહ્યા છે, જેનાથી એન્ટિ-બાયોટિક પ્રતિરોધક (AMR) અને જીનની સામે વૈશ્વિક લડાઈ લડવામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ શકે છે. જોકે આ પ્રોજેક્ટ મંજૂરીને આધીન છે અને તેમને સપ્ટેમ્બર, 2020 માટે યોજનાબદ્ધ કરવામાં આવ્યા છે.

લોર્ડ તારીક અહમદે વર્ચ્યુઅલ મુલાકાત કરી

યુક્ના કોમનવેલ્થના પ્રધાન અને દક્ષિણ એશિયાના રાજ્યપ્રધાન લોર્ડ તારીક અહમદે ભારની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. તેમણે તેમની આ મુલાકાત દરમ્યાન મહત્ત્વની જાહેરાત કરી હતી.

યુકે ઇન્ટનેશનલ રિસર્ચ માટે  યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશન ફંડથી ચાર લાખ પાઉન્ડનું યોગદાન આપવામાં આવી રહ્યું છે અને ભારત પણ પોતાનાં સંસાધનો દ્વારા એટલું જ યોગદાન આપશે, જેથી કુલ મૂડીરોકાણ આઠ લાખ પાઉન્ડ થશે. ભારત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એન્ટિમાઇક્રોબાઇલનો એક મહત્ત્વનો ઉત્પાદક દેશ છે અને આ સંશોધનાત્મક પ્રોજેક્ટોનો ઉદ્દેશ એન્ટિમાઇક્રોબિયલના કચરાનો  AMRને કેવી રીતે બળતણ પૂરું પાડી શકે છે.

કોવિડ-19 માટે વેક્સિનના ઉત્પાદન માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે પહેલેથી જ ભાગીદારી

લોર્ડ (તારીક) અહેમદે કહ્યું હતું કે બ્રિટને કોવિડ-19 માટે વેક્સિનના ઉત્પાદન માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે પહેલેથી જ ભાગીદારી કરી લીધી છે. જોકોઈ ક્લિનિકલ પરીક્ષણો સફળ થશે તો વિકાસશીલ દેશોમાં એક અબજ લોકોને એ વિતરિત કરવામાં આવશે, પણ વિશ્વમાં આરોગ્યની સમસ્યા (ખાસ કરીને કોરોના વાઇરસ રોગચાળા)થી લડવા માટે આપણે હજી ઘણુંબધું કરી શકીએ છીએ. અમારા સંશોધનો અને નવી ભાગીદારી યુકે અને ભારતના લોકોને આગામી સમયમાં સારોએવો લાભ પહોંચાડશે.  

ભારત ખાતેના હાઈ કમિશનર સર ફિલિપ બાર્ટને કહ્યું હતું કે યુકે ભારતનું સૌથી બીજા નંબરનું મોટું રિસર્ચ ભાગીદાર છે, જેનું સંયુક્ત સંશોધન આગામી વર્ષ સુધી 40 કરોડ પાઉન્ડ મૂલ્યનું થવાની આશા છે. આ વિશાળ મૂડીરોકાણ અમને વૈશ્વિક આરોગ્ય પડકારો- જેવા કે કોવિડ-19 પર એકસાથે કામ કરવામાં સક્ષમ બનાવે છે. આજની જાહેરાત અમારા અન્ય ઉત્કૃષ્ટ રિસર્ચ સંબંધોનું એક વધુ સારું પ્રદર્શન છે, જે એન્ટિ માઇક્રોબિયલ પ્રતિરોધક સામેની લડાઈને વધુ મજબૂત કરશે.

લોર્ડ (તારીક) અહેમદ ભારત મુલાકાત દરમ્યાન કોલ્ડ ચેઇન ટેક્નોલોજીસ પર વરિષ્ઠ ભારતીયો અને યુકેસ્થિત સ્ટેકહોલ્ડરોની સાથે એક વર્ચ્યુઅલ રાઉન્ડટેબલ બેઠકની અધ્યક્ષતા કરશે, જે વેક્સિન વાઇરસના ફેલાવવા પર અસરકારક હોય અને એ સફળતાપૂર્વક છેવાડાની વ્યક્તિ સુધી પહોંચી શકે.