જમ્મુઃ સુરક્ષા દળોએ મોડી રાત્રે અખનૂરના કાનાચક્ક ક્ષેત્રના સરહદી વિસ્તારમાં ગુડ્ડા પટ્ટનમાં એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ પાકિસ્તાની ડ્રોનમાં પાંચ કિલો IED બાંધેલો હતો. પોલીસે ડ્રોન અને એની સાથે બાંધવામાં આવેલા IEDને જપ્ત કરવામાં આવ્યો હતો. એની આસપાસના વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની મદદથી સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
અખનૂરના કાનાચક્ક સેક્ટરમાં સરહદથી નજીક ગુડા પટ્ટનમાં રાત્રે ડ્રોન ઊડતાં જોવા મળ્યું હતું. કાળો રંગનું હોવાથી એ ડ્રોન નજીક આવ્યું હતું. જવાનોએ ગોડી ચલાવીને ને ક્ષતિગ્રસ્ત કરી દીધું હતું. પોલીસે એ ડ્રોનની તપાસ કરી તો એની સાથે નાના-નાના પેકેટ ટેપની મદદથી બાંધેલું હતું. તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે એ IED, જેનું વજન આશરે પાંચ કિલો હશે. પોલીસે તરત ડ્રોન અને IEDને કબજામાં લીધું હતું.
DSP વરુણ જંડિયાલએ એની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ડ્રોનની મદદથી એ IEDને આંતકવાદીઓ સુધી પહોંચાડવાનું હતું. ડ્રોન મળ્યાના તરત પછી સેના અને પોલીસની મદદથી કાનાચક્ક સેક્ટરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોનું માનવું છે કે એ IED જે લોકો સુધી પહોંચાડવાનું હતું, એ આસપાસ વિસ્તારમાં મોજૂદ હોવાની શક્યતા છે. છેલ્લા 21 દિવસોમાં જમ્મુના સાંભા જિલ્લામાં પાકિસ્તાની ડ્રોનની 10મી ઘટના હતી. એ પહેલાં નવ વાર સરહદી વિસ્તારોમાં ડ્રોન ફરતા જોવા મળ્યાં હતા. પાકિસ્તાની ડ્રોનને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે વાર ડ્રોન જોવા મળ્યું હતું. સુરક્ષા દળોની સાથે-સાથે પોલીસ જવાનોને પણ સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
