“AI ડ્રીવન એજ્યુકેશન: એજ્યુકેટ, એમ્પાવર, એલિવેટ એન્ડ એમ્પ્લોય” વિષય પર કોન્કલેવ

અમદાવાદ: ગણપત યુનિવર્સિટીએ એક દિવસના નેશનલ એજ્યુકેશન કોન્કલેવનું આયોજન કર્યું હતું. આ કોન્કલેવની થીમ, “AI ડ્રીવન એજ્યુકેશન: એજ્યુકેટ, એમ્પાવર,એલિવેટ એન એમ્પ્લોય.” આ કોન્કલેવનું આયોજન AMA ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી 300 જેટલાં જિજ્ઞાસુ અભ્યાસીઓએ ઉપસ્થિત રહ્યા હતા.ગણપત યુનિવર્સિટીના ગ્રુપ ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્મા, ગુજરાત Ph.D. CCIના ડૉ. નાસીર જમાલ, ‘પેજ’ના ડિરેક્ટર અને હેડ અમીતાવ સાહા, સાસ ઇન્ડિયાના હેડ શુભમ ચેટરજી, Ph.D. CCIના ચેરમેન હિમાંશુ શાહ, ‘AEM’ના એડિશનલ ડાયરેક્ટર જીતેન્દ્ર ડી પંચાલ, ‘GSPMA’ના પ્રેસિડેન્ટ અનિશ પટેલ અને A.M.A.ના પ્રેસિડેન્ટ ડૉ. (CA) સાવન ગોડિયાવાલા સહિત અનેક નિષ્ણાત મહાનુભાવોએ AI આધારિત ભાવિ શિક્ષણના વિવિધ પાસાઓ વિશે ચર્ચા-વિચારણા કરી હતી.

પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ” ટેકનોલોજીનો કોઈ વિકલ્પ નથી, પરંતુ એ આપણું ભવિષ્ય છે! AI દ્વારા વૈશ્વિક શિક્ષણમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે! ટીચિંગ અને લર્નિંગની પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે. સાથે જ એમ્પ્લોયમેન્ટ અને ઇનોવેશન માટે પણ નવી-નવી તકો ઊભી થઈ રહી છે!કાર્યક્રમમાં નેશનલ એજ્યુકેશન-2025ના આ સમગ્ર આયોજનમાં બે હાઈ ઈમ્પેક્ટ પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એક પેનલ ડિસ્કશનનો વિષય ” રિઇમેજિનિંગ લર્નિંગ ધ ફ્યુચર ઓફ એન્જિનિયરિંગ” હતો. જેમાં GTUના વાઇસ ચાન્સેલર ડૉ.  રાજુલ ગજ્જર,  “પેજ”ના ડાયરેક્ટર અને હેડ અમિતાવ સાહા,  ફિનટેકના OSD અને પૂર્વ વીપી-ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ્સ – ગિફ્ટ સિટી પિયુષ ગાંધી, સાસ ઇન્ડિયાના હેડ શુભમ ચેટરજી, ‘BKDPG’ના પબ્લિક પોલિસી એન્ડ ગવર્નન્સના એચ.ઓ.ડી. નીલમ પંચાલ જેવાં મહાનુભાવોનો સમાવેશ થતો હતો.

“મેરી ટાઈમ સમિટ-2025” નામનું બીજું પેનલ ડિસ્કશન- “From campus to career: AI is a catalyst for employability and workforce readiness” ઉપર યોજાયું હતું. આ બીજા પેનલ ડિસ્કશનમાં નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટ જનરલ ડૉ. અનુપ સિંઘ,  પી.ડબલ્યુ.સી.ના ડાયરેક્ટર ઓફ ટેકનોલોજી અંકુર દોશી,  ‘GSPMA’ના પ્રેસિડેન્ટ અનિશ પટેલ, ઇકો સિસ્ટમ IBM કલાયન્ટ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ મેનેજર શેફાલી ગૌર, E-4 H.R.ના એસોસિએટ CEO અને ફાઉન્ડર મિતિ રાંદેરી, ‘એઈએમએ’ના એડિશનલ ડાયરેક્ટર જીતેન્દ્ર ડી. પંચાલનો સમાવેશ થતો હતો.

દેશની પ્રતિષ્ઠિત સંસ્થા પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહયોગમાં યોજાઈ ગયેલા આ કોન્કલેવમાં વૈશ્વિક કક્ષાના આગેવાનો અને નીતિ ઘડનારાઓ ઉપસ્થિત રહ્યા હતા.