ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદના જન્મ દિવસ ઈદે મિલાદની સમગ્ર દુનિયાના મુસ્લિમો ઉજવી રહ્યા છે. ઈદે મિલાદુન્નબીના આ દિવસે મુસ્લિમોના કેટલાક સમુદાયો પયગંબરનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવે છે. કેટલાક કુટુંબ સામાજિક સંમેલનો કરે છે.
તો બીજી તરફ મહોલ્લા, ગામ અને શહેરમાં પયગંબરને માનનારો વર્ગ ઈમારતો માર્ગોને સજાવે છે. આ સાથે કેટલાક સ્થળોએ ઈસ્લામની કેટલી ઝાંખી તૈયાર કરી જુલુસ કાઢવામાં આવે છે.
અમદાવાદ શહેરના જમાલપુર દરવાજા પાસે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, આઈપીએસ અજયકુમાર ચૌધરી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમજ ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના સભ્યો, સામાજિક આગેવાનોએ જુલુસનો પ્રારંભ કરાવ્યો હતો.
મસ્જિદ, ધર્મના પ્રતિકો, વેશભુષા, બગીઓ, ધાર્મિક નારાઓ સાથે જુલુસ જમાલપુર દરવાજાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી કુરેશ ચોક ખાતે સભામાં ફેરવાઈ પૂર્ણ થયું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)