ટીના અંબાણીએ શ્લોકાને ખાસ અંદાજમાં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હીઃ દેશની સૌથી શ્રીમંત પરિવારની વહુ અને આકાશ અંબાણીની વાઇફ શ્લોકા મહેતા આજે 31 વર્ષની થઈ ગઈ છે. શ્લોકાને આ ખાસ દિવસે સોશિયલ મિડિયા પર લોકો શુભકામનાઓ આપી રહ્યા છે.  મુંબઈ સ્થિત કોકિલાબહેન ધીરુભાઈ અબાણી હોસ્પિટલનાં ચેરપર્સન ટીના અંબાણીએ શ્લોકા મહેતાને ઇન્સ્ટાગ્રામ પર ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ટીનાની આ પોસ્ટ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.

ટીનાએ શ્લોકાના કેટલાક ફોટો સોશિયલ મિડિયા શેર કરતાં ટીનાએ લખ્યું હતું કે એક ખૂબસૂરત યુવતી, હવે એક અદભુત મહિલા, પત્ની અને મા. તમને જોઈને આનંદ આવશે. આશા કરું છું કે આ વર્ષ તારા જીવનમાં નવો ઉમંગ અને નવી શોધ લઈને આવે. જન્મદિવસની શુભકામનાઓ.

ટીના અંબાણી સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે અને તેનું સોશિયલ મિડિયા ફીડ તેના પરિવાર વિશે પોસ્ટથી ભર્યું પડ્યું છે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની વર્ષગાંઠ પર તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે વહાલાં બાળકોથી માંડીને પ્રેમી પંખીડા અને તેમનાં માતાપિતાને અને તમારી યાત્રા અને તમારા માટે દરેક દિવસ નવો આનંદ લઈને આવે. હેપી એનિવર્સરી આકાશ અને શ્લોકા.

ગયા સપ્તાહે સસરા ધીરુભાઈ અંબાણીની 19મી પુણ્યતિથિના પ્રસંગે તેણે ફોટોની એક સિરીઝ પોસ્ટ કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે કે પપ્પા, તમારી હાજરી હંમેશા અનુભવાય છે. તમારું માર્ગદર્શનને અમે મિસ કરી રહ્યા છીએ.