મુંબઈઃ ગોરેગાંવ (પશ્ચિમ) અને અંધેરી (પૂર્વ) ઉપનગરોને જોડવા માટે ગોરેગાંવમાં આવેલી ખાડી ઉપરથી મુંબઈ મહાનગરપાલિકા ચાર-લેનવાળો ફ્લાયઓવર બાંધવાની છે. આ માટે રૂ. 418 કરોડનો ખર્ચ થશે.
(પ્રતીકાત્મક તસવીરઃ Wikimedia Commons)
આ પૂલ 500 મીટર લાંબો હશે અને એ માટે સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવશે. તે પૂલ પર કેબલ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. ગોરેગાંવ પશ્ચિમ અને અંધેરી પૂર્વ વચ્ચે દરરોજ ટ્રાફિકની સર્જાતી સમસ્યાને ધ્યાનમાં લઈને મહાપાલિકા આ પૂલ બાંધશે.