મુંબઈ – બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.
હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિએ એના બેન્ક એકાઉન્ટને આધાર નંબર સાથે લિન્ક કર્યો ન હોય તો એને કારણે એનો પગાર રોકી શકાય નહીં.
અદાલતના આ ચુકાદાથી કેન્દ્ર સરકારને લપડાક પડી છે.
આ કેસની વિગતમાં કેન્દ્ર સરકારે બોમ્બે પોર્ટ ટ્રસ્ટ કંપનીના એક કર્મચારી રમેશ પુરાળેનો પગાર 2016ની સાલથી એટલા માટે અટકાવ્યો છે કે તે કર્મચારીએ એના બેન્ક એકાઉન્ટ સાથે એનો આધાર નંબર લિન્ક કર્યો નથી.
કોર્ટે સરકારના આ આગ્રહ સામે સવાલ કર્યો છે.
પુરાળેએ આધાર નંબરને લિન્ક કરવાના ઈનકાર માટે પોતાની દલીલમાં એમ કહ્યું છે કે આધાર નંબર જાહેર કરવાથી પોતાની ગુપ્તતા ઉઘાડી પડી જશે એવું તે માને છે અને ગુપ્તતા જાળવવાનો પોતાનો મૂળભૂત અધિકાર છે.