નવી મુંબઈમાં અપાઈ રશિયન કોરોના-રસી ‘સ્પુટનિક-વી’

મુંબઈઃ રશિયન બનાવટની અને સિંગલ-ડોઝવાળી ‘સ્પુટનિક-વી’ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી હવે નવી મુંબઈમાં પણ આવી ગઈ છે. શહેરના નેરુળ ઉપનગરની તેરણા સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઈ કાલે 75 નાગરિકોને આ રસી આપવામાં આવી હતી.

સાનપાડા ઉપનગરમાં રહેતી ફાયના ફિલીપ નામની એક તરુણીને આ રસી આપીને રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ‘સ્પુટનિક-વી’ રસી લીધા પછી વ્યક્તિએ પોતાના આરોગ્ય પર દેખરેખ રાખવાની રહે છે. આ રસી લેવા માટે નામ નોંધાવવા એક ફોન નંબર આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સવારે 8થી રાતે 8 વાગ્યા સુધી રસીકરણ ચાલુ હોય છે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ પણ ડો. રેડિઝ લેબોરેટરી પાસેથી ‘સ્પુટનિક-વી’ રસીનો પુરવઠો ખરીદવાનો નિર્ણય લીધો છે, જે તેને આવતા અઠવાડિયે મળે એવી ધારણા છે. પાલિકાના પહેલા તબક્કામાં ‘સ્પુટનિક-વી’ રસીના છ હજાર ડોઝ મળવાની ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]