રિયા ફોટોગ્રાફરોને: ‘પ્લીઝ અમારી પાછળ ન આવો’

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ સંબંધિત ડ્રગ્સના કેસમાં એનસીબી એજન્સીએ જેમની ધરપકડ કરી હતી અને જેઓ હાલ જામીન પર છૂટ્યાં છે તે ચક્રવર્તી ભાઈ-બહેન – રિયા અને શોવિક આજે પહેલી જ વાર એમનાં ઘરની બહાર નીકળ્યાં હતાં. બંને ભાઈ-બહેન બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં કોઈક નવું ઘર જોવા નીકળ્યાં હોવાનું કહેવાય છે. એમને જોતાં જ જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ એમની તસવીરો લેવાનું શરૂ કર્યું હતું.

એ જોઈને બોલીવૂડ અભિનેત્રી રિયા ગુસ્સે થઈ ગઈ હતી અને એમને તસવીર લેવાની ના પાડી હતી અને કહ્યું કે, ‘પ્લીઝ અમારી પાછળ-પાછળ ન આવો’. ‘જલેબી’ ફિલ્મની અભિનેત્રી અને ડ્રગ્સને લગતા કેસમાં શકમંદ આરોપી તરીકે એક મહિનો જેલમાં રહી આવેલી રિયાએ ગુલાબી રંગનું ટી-શર્ટ પહેર્યું હતું, જેની પર લખ્યું હતું: ‘લવ ઈઝ પાવર’.

(બંને તસવીરઃ વિરલ ભાયાણી, ઈન્ટરનેટ પરથી)