મુંબઈ હાઈકોર્ટ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગવર્નર કોશ્યારીની તરફેણમાં

મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ તથા અન્ય મહાપુરુષો અંગે ટિપ્પણી કરવા બદલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને ભાજપના સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદી સામે પગલું ભરવાની દાદ ચાહતી પીટિશનોને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી છે અને એમ કહ્યું છે કે બંને નેતાઓની ટિપ્પણી કોઈ ફોજદારી કાયદા અનુસાર ગુનો બનતી નથી.

ઉલ્લેખનીય છે કે, કોશ્યારીએ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજને જૂના જમાનાના મહાપુરુષ કહ્યા હતા જ્યારે ત્રિવેદીએ એક કાર્યક્રમમાં એમ કહ્યું હતું કે શિવાજી મહારાજે મુગલ બાદશાહ ઔરંગઝેબની માફી માગી હતી. એ ટિપ્પણીઓ મહાપુરુષો વિશે શ્રોતાગણને સમજાવવાનો ઉદ્દેશ્ય સાથે નેતા-વક્તાઓની ધારણા અને અભિપ્રાયને દર્શાવે છે. એમનો ઈરાદો સમાજને વધુ સારી રીતે બોધ આપવાનો હતો.

નવી મુંબઈના પનવેલ શહેરના રહેવાસી અને અનુસૂચિત જાતિ સમાજના સભ્ય રામ કટારનાવરેએ કોશ્યારી અને ત્રિવેદી સામે પગલું ભરવાની માગણી સાથે હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી હતી.