મુંબઈઃ સાહિત્યરસિકો માટેના ‘ઝરૂખો’ કાર્યક્રમ અંતર્ગત “અનુવાદનું અત્તર” વિષય હેઠળ અન્ય ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થયેલી રચનાઓના વાચિકમ કાર્યકર્મનું આ સપ્તાહાંતે આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા યોજાતી સાહિત્યિક સાંજ ‘ઝરૂખો’માં હિન્દી તથા મરાઠી ભાષાના જાણીતા સર્જક ગંગાધર ગાડગીળ, અમૃતા પ્રીતમ, પુ.લ.દેશપાંડે તથા લક્ષ્મણ ગાયકવાડનાં વાર્તા તથા ગદ્યખંડોનુ જાણીતા નાટ્યકલાકાર દિલીપ રાવલ, વૈશાલી ત્રિવેદી તથા અભિજીત ચિત્રે પઠન કરશે.
૧૭ ડિસેમ્બર શનિવારે સાંજે ૭.૧૫ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ ખાતે યોજવામાં આવ્યો છે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે અને આ જાહેર કાર્યક્રમમાં સહુ હાજરી આપી શકશે.