‘અટલ ઇનોવેશન મિશન’માં કેઈએસનો સહયોગ

મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટીની શ્રોફ કૉલેજે શૈક્ષણિક સહયોગી તરીકે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર-રામભાઉ મ્હાળગી પ્રબોધિની (એઆઇસી-આરએમપી) સાથે કામ કરવા માટે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. એઆઇસી-આરએમપીનું કામ નીતિ આયોગના ‘અટલ ઇનોવેશન મિશન’ના ભાગરૂપે ચાલી રહ્યું છે.

શ્રોફ કૉલેજે ઉક્ત સમજૂતીપત્ર કરવા ઉપરાંત હાલમાં ‘આરંભ’ નામના વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. એમાં સહભાગીઓને આંત્રપ્રેન્યોરશિપ અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

સમજૂતીપત્ર પર સહી કરવાના કાર્યક્રમમાં શ્રોફ કૉલેજનાં આચાર્યા ડૉ. લિલી ભૂષણ, મુખ્ય અતિથિ તરીકે એઆઇસી-આરએમપીના સીઈઓ ઉદય વાંકાવાલા તથા કેઈએસના સંયુક્ત મંત્રી રજનીકાંત ઘેલાણી ઉપસ્થિત હતાં.