મુંબઈઃ અત્રે કે.ઈ.એસ. સંચાલિત ગુજરાતી ભાષા ભવન અને ‘સંવિત્તિ’ના સહઆયોજનમાં ‘નાગરી બેઠા ગરબા’ ની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ શનિવાર તા. 23 ઑક્ટોબર, 2021 સાંજે 5.30 થી 7.30 દરમિયાન કાંદિવલી (મુંબઈ)માં યોજાશે. સ્થળઃ કે.ઈ.એસ.- જયંતિલાલ એચ. પટેલ લૉ કૉલેજ, 2જે માળે, ભોગીલાલ ફડિયા રોડ, કાંદિવલી રિક્રિએશન ક્લબની લાઈનમાં મથુરાદાસ રોડ તરફ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ. બેઠા ગરબામાં માત્ર બેસીને જૂના ઓરિજિનલ, અર્થસભર ભક્તિભાવવાળા ગરબા ગાવામાં આવે છે, જે તેની આગવી વિશિષ્ટતા હોય છે.
પ્રસ્તુતિ: ‘સહિયર વૃંદ’ની છે તથા સંકલન અને સંચાલન કરશે નેહા યાજ્ઞિક.
આપણી સંસ્કૃતિની એક આગવી ઓળખ અને નાગરી નાતની અનોખી પરંપરા સમાન બેઠા ગરબામાં શ્રોતાવર્ગ પણ સહભાગી થઈ શકશે.
નોંધ લેવી રહી કે, બેઠક સંખ્યા મર્યાદિત હોવાથી વ્યવસ્થા ‘વહેલો તે પહેલો’ ધોરણે કરાશે. તેમજ સહુએ કોરોના સંબંધી નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.