મુંબઈઃ બ્રિટન, યુરોપના દેશો, મધ્ય પૂર્વના દેશો, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવનાર આંતરરાષ્ટ્રીય વિમાનપ્રવાસીઓએ જો કોરોનાવાઈરસની રસીના બંને ડોઝ લઈ લીધા હશે તો એમણે મુંબઈ આવી પહોંચ્યા બાદ સપ્તાહ-લાંબી ફરજિયાત સંસ્થાકીય ક્વોરન્ટીન પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં પડે.
મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા નવી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે તે અનુસાર જે પ્રવાસીઓ 65 વર્ષથી ઉપરની વયના હશે, જે મહિલાઓ ગર્ભાવસ્થાના પ્રગતિના તબક્કામાં હશે, તથા પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકો સાથે આવનાર માતા-પિતા, બંનેને પણ સંસ્થાકીય ક્વોરન્ટીન પ્રક્રિયામાંથી પસાર થવાનું નહીં રહે.