‘મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનો કોઈ સંકેત નથી’

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાવાઈરસ મહામારીની ત્રીજી લહેર પણ ફેલાશે એનો હજી સુધી કોઈ સંકેત મળ્યો નથી. જોકે તહેવારોની મોસમ દરમિયાન રાજ્યમાં કોરોનાના કેસ વધી શકે છે, પરંતુ રસીકરણ ઝુંબેશને વેગ આપવાથી ચેપને કાબૂમાં રાખી શકાશે.

મહારાષ્ટ્રમાં હાલ દરરોજ 13 લાખથી 14 લાખ જેટલા લોકોને કોરોના-પ્રતિરોધક રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. ડેલ્ટા પ્લસ પ્રકારના કોરોનાના કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દરરોજ 15-20 લાખ જેટલા ડોઝ આપવાનો ધ્યેય રાખે છે અને વધુ ને વધુ લોકો રસી લે એ માટે કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. ત્રીજી લહેરનો હાલ કોઈ સંકેત જણાયો નથી, એમ રાજેશ ટોપેએ જણાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]