ઝરૂખોમાં ‘કબીર: આજના સંદર્ભે’ વિષય પર સંગીત-સંશોધક હાર્દિક ભટ્ટની રજૂઆત

મુંબઈઃ શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા યોજાતી સાહિત્યિક સાંજ ‘ઝરૂખો’માં યુવાન ગાયક, સ્વરકાર તથા જૂનાં ગીતો તથા ફિલ્મોના હિસ્ટોરિયન હાર્દિક ભટ્ટ ‘કબીર: આજના સંદર્ભે’ વિષય પર રજૂઆત કરશે.

આ કાર્યક્રમ  ૩ ડિસેમ્બર, શનિવારે સાંજે ૭.૧૫ વાગે સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ ખાતે યોજાશે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે અને આ જાહેર કાર્યક્રમમાં સહુ હાજરી આપી શકશે.