શહેરમાં ઠંડી વધશેઃ હવામાન વિભાગની આગાહી

મુંબઈઃ છેલ્લા અમુક દિવસોથી મહાનગરમાં લોકો મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડીના વાતાવરણનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આજે મોસમનો સૌથી ઠંડો દિવસ હતો. ઉષ્ણતામાનનો પારો 18 ડિગ્રીથી નીચે 17.9 ડિગ્રી સુધી ઉતરી ગયો હતો. ગઈ કાલે તાપમાન 18 ડિગ્રી હતું. 21 ડિસેમ્બરે 18.6 ડિગ્રી હતું. ગયા અઠવાડિયે પારો 19-20 ડિગ્રી સેલ્શિયસ હતો.

સામાન્ય રીતે, મુંબઈમાં ડિસેમ્બર મહિનામાં છેલ્લા 10 વર્ષમાં તાપમાન 17 ડિગ્રી અંશની આસપાસ રહેતું આવ્યું છે. પરંતુ, ગયા વર્ષે એ 15 ડિગ્રી સુધી નીચે રહ્યું હતું. રેકોર્ડ 10.6 ડિગ્રી સેલ્શિયસનો છે – 1949ની સાલમાં. હવામાન વિભાગની આગાહી છે કે 31 ડિસેમ્બર સુધી મુંબઈમાં ઠંડીનું પ્રમાણ સતત વધવાની સંભાવના છે. 26મી ડિસેમ્બર સુધીમાં તાપમાન 17 ડિગ્રી સુધી નીચે જાય એવી સંભાવના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]