મુંબઈઃ શહેરમાં લાંબા અંતરના ભાડું મેળવવા માટે ટૂંકા અંતરે જવાનો પ્રવાસીઓને ઈનકાર કરવા બદલ ટ્રાફિક પોલીસે કુલ 23,547 ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને દંડ ફટકાર્યો છે. આ 23,547માં 15,395 ઓટોરિક્ષા ચાલકો છે. એ દરેકને રૂ. 50નો દંડ કરાયો છે. બીજી બાજુ, 8,152 ટેક્સી ડ્રાઈવરોને દરેકને રૂ. 200નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન 13,340 રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને દંડ કરાયો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં 12,432 રિક્ષા-ટેક્સી ચાલકોને દંડ કરાયો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસે ગઈ 17 ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. એમાં તેણે જણાવ્યું હતું કે પ્રવાસી-ગ્રાહકોને ભાડા અને અંતરના આધારે લઈ જવાની ના પાડનાર ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઈવરો સામે કડક પગલું ભરવામાં આવશે.