અકાદમી, ઝરૂખોના ઉપક્રમે જવાહર બક્ષી સાથે સંવાદ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો: શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ’ના સહયોગમાં ‘શબ્દસાધક શ્રેણી’ હેઠળ ‘જવાહર-વિશેષ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ જવાહર બક્ષી સ્વરચિત ગઝલોની સફર કરાવશે. તે ઉપરાંત તેમની સર્જનયાત્રા વિશે પ્રા. અશ્વિન મહેતા સંવાદ સાધશે અને સ્વરકાર-ગાયક મૈધિશ વૈદ્ય તરન્નુમમાં ગઝલો રજૂ કરશે.

કાર્યક્રમનું સંયોજન પ્રતિમા પંડ્યા અને અને સંચાલન સંજય પંડ્યાનું છે. શનિવાર તા. ૫ નવેમ્બરે સાંજે ૭.૧૫ વાગ્યે સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી (પશ્વિમ), મુંબઈ ખાતે આ કાર્યક્રમ યોજાશે. પ્રવેશ નિઃશુલ્ક છે.