મુંબઈ – ગયા શનિવારથી લઈને બુધવાર સવાર સુધી મુંબઈ તથા આસપાસના વિસ્તારોને ધમરોળી નાખનાર મેઘરાજાએ બુધવારે બપોર પછી વિરામ લીધો છે, પરંતુ વરસાદ આ જ મહિનામાં ફરી જોર પકડે એવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ટૂંકો બ્રેક લીધા બાદ ભારે વરસાદ 14 જુલાઈ પછી ફરી ત્રાટકશે. એમણે નિર્દેશ કર્યો છે કે વરસાદ ફરીથી જોર પકડે એવી સંભાવના છે અને મોટે ભાગે 14-15 જુલાઈએ મુંબઈ તથા ઉપનગરોમાં દેકારો બોલાવી શકે છે.
હવામાન વિભાગની આગાહી છે કે ચોમાસાની મોસમ 13 જુલાઈએ પશ્ચિમી તથા ઉત્તરીય ભારતમાં બીજી વારનો ઉછાળો લે એવી ધારણા છે.