મુંબઈઃ મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે શહેરમાં કોરોનાવાઈરસ અને તેના ઝડપથી ફેલાતા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. મેયરે સાથોસાથ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વાઈરલ ચેપ સામે રસી જરૂર લઈ લે.
મેયરનાં કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક રેકોર્ડેડ વિડિયો સંદેશમાં પેડણેકરે કહ્યું હતું કે 2021ના ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં કોરોનાને કારણે જેટલા લોકો મૃત્યુ પામ્યાં છે એમાંના 94 ટકા લોકોએ કોરોના-વિરોધી રસી લીધી નહોતી. દરેક જણે રસી લેવી જોઈએ. રસી લેનારાઓને પણ ચેપ લાગતો હોય છે, પરંતુ એના લક્ષણો હળવા પ્રકારનાં હોય છે.