મુંબઈ: ડ્રાઈવરની ભૂલને કારણે કાર રાહદારીઓ પર ફરી વળી; 8ને ઈજા, 2ની હાલત ગંભીર

મુંબઈ – અહીંના બાન્દ્રા (ઈસ્ટ) ઉપનગરના ધારાવી વિસ્તારમાં 19 વર્ષની એક મહિલા કાર ડ્રાઈવરે બ્રેકને બદલે એક્સલરેટર પર પગ દબાવી દેતાં એની કાર રાહદારીઓ પર ફરી વળી હતી. એને કારણે આઠ જણ ઘાયલ થયા છે જેમાંના બે જણની હાલત ગંભીર છે.

આ અકસ્માત ગયા મંગળવારે સર્જાયો હતો.

ડ્રાઈવર ગવર્મેન્ટ લૉ કોલેજની 19 વર્ષીય વિદ્યાર્થિની છે. એણે કાર પરનો અંકુશ ગુમાવી બેસતાં અકસ્માત સર્જાયો હતો.

ગંભીર રીતે ઈજા પામેલા બે જણને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે ધ્રુવા રાજમલ જૈન નામની 19 વર્ષીય કાર ડ્રાઈવરની ધરપકડ કરી છે. તે કાલબાદેવી વિસ્તારની રહેવાસી છે. એનો ગુનો જામીનપાત્ર હોવાથી અને એ દારૂના નશામાં નહોતી એ સાબિત થતાં એને તરત જ જામીન મંજૂર થઈ ગયા હતા. હાલ એ જામીન પર છૂટી ગઈ છે.

ધ્રુવાએ સેલ્ફ-ડ્રાઈવન કાર રેન્ટલ કંપની પાસેથી કાર ભાડેથી લીધી હતી. મંગળવારે સાંજે તે એની સહેલીઓની સાથે એક પાર્ટીમાં હાજરી આપવા જઈ રહી હતી. જ્યારે તે ધારાવીમાં ભીડવાળા 90-ફીટ રોડ પર T-જંક્શન ખાતે પહોંચી ત્યારે એ કાર પરનો અંકુશ ખોઈ બેઠી હતી. બ્રેક દબાવવાને બદલે એણે એક્સલરેટર પર પગ મૂકી દીધો હતો અને કાર અનેક રાહદારીઓ પર ફરી વળી હતી અને વાહનો સાથે અથડાઈ પડી હતી.

httpss://twitter.com/ntk_mumbai/status/1009726672503894017