157 પોલીસ જવાનોને કોરોના થયો; બેનાં મરણ

મુંબઈઃ છેલ્લા 48 કલાકમાં મુંબઈમાં 157 પોલીસ જવાનોનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે પોલીસ તંત્રમાં આ ચેપી બીમારીનો શિકાર બનેલા જવાનોની સંખ્યા વધીને 486 થઈ છે.

ગયા શુક્રવારે અને શનિવારે, એક-એક પોલીસ જવાન આ બીમારી સામેનો જંગ હારી ગયા હતા અને આખરી શ્વાસ લીધો હતો. છેલ્લા અમુક દિવસોમાં શહેરના ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. 104 પોલીસ જવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્યોને હોમ આઈસોલેશનમાં રખાયા છે.