મહારાષ્ટ્ર સરકાર ડોક્ટરોને રક્ષણ આપવા નિષ્ણાત-વિભાગ બનાવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું છે કે દર્દીઓના સગાંસબંધીઓ તરફથી અયોગ્ય પોલીસ ફરિયાદો અને એફઆઈઆર સામે ડોક્ટરોને રક્ષણ આપવા માટે એક વિશેષ વિભાગની રચના કરવાની તે પ્રક્રિયામાં છે.

રાજ્યના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની બેન્ચને જણાવ્યું કે સરકાર જે વિશેષ વિભાગની રચના કરશે એમાં તબીબી આલમના નિષ્ણાતો, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા અન્ય સંબંધિત આગેવાનોનો સમાવેશ કરશે. ડોક્ટરો અને હોસ્પિટલો વિરુદ્ધ તબીબી બેદરકારીની જે ફરિયાદો કરાશે તેનો આ નિષ્ણાત વિભાગના સભ્યો અભ્યાસ કરશે.