મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષના પહેલા હાફમાં દેશમાં લક્ઝરી હાઉસિંગ વેચાણ બમણું નોંધાયું હતું. હાઈ-ટેક નિરીક્ષણ અને ઓટોમેટિક તાપમાન, લાઈટ અને વોઈસ કન્ટ્રોલ ફીચર્સ સહિત આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફીચર્સવાળા સ્માર્ટ લક્ઝરી ઘરોની માંગ ગયા વર્ષની સરખામણીએ ખૂબ વધી ગઈ છે.
એનરોક કંપનીના સર્વેક્ષણ અહેવાલ અનુસાર, ભારતના સાત શહેરોમાં સૌથી વધારે સ્માર્ટ લક્ઝરી ઘરો વેચાયા છે. આવા 1,84,000 ઘરો વેચાયા છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર) આ યાદીમાં ટોચ પર છે. તે પછીના ક્રમે દિલ્હી (એનસીઆર), હૈદરાબાદ, બેંગલુરુ, પુણે, ચેન્નાઈ અને કોલકાતા આવે છે. આવા લક્ઝરી ઘરોની કિંમત રૂ. દોઢ કરોડ કે તેથી વધારે છે.