આરે કોલોનીમાં દીપડાનો હુમલોઃ બાળકીનું મરણ

મુંબઈઃ હાલ દેશ આખો આનંદથી દિવાળીનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે અહીંના ગોરેગાંવ (પૂર્વ)માં આવેલા આરે કોલોની વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. આ દુર્ઘટના આરે કોલોનીમાં યુનિટ નંબર-15માં બની હતી. સવારે લગભગ સાડા છ વાગ્યાના સુમારે, દિવાળી નિમિત્તે ઘરની બહાર દીવડો પેટાવવા નીકળેલી દોઢ વર્ષની એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકી દીવડો પેટાવીને ઘરમાં પાછી જતી હતી એ વખતે દીપડાએ પાછળથી એની પર હુમલો કર્યો હતો. તે બાળકીને ઢસડી ગયો હતો. બાદમાં નજીકના જંગલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

દીપડાને પકડવા માટે વનવિભાગની એક ટીમ જંગલમાં પહોંચી હતી.