મુંબઈ CSMT-દિલ્હી રાજધાની એક્સપ્રેસ હવે અઠવાડિયામાં 4 દિવસ દોડશે

મુંબઈ – નવી દિલ્હી અને મુંબઈ CSMT વચ્ચે વારંવાર પ્રવાસ કરનારાઓ માટે ખુશખબર છે. રેલવે તંત્રએ આ બંને શહેર વચ્ચે દોડાવાતી રાજધાની એક્સપ્રેસની ફ્રીક્વન્સી વધારી છે.

રેલવેએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને દિલ્હીમાં હઝરત નિઝામદ્દીન સ્ટેશન વચ્ચે દોડાવાતી રાજધાની એક્સપ્રેસ (નંબર  22221/22222 )ની ફ્રીક્વન્સી વધારી છે.

આ ટ્રેન જે અત્યાર સુધી અઠવાડિયાના બે દિવસ દોડાવાતી હતી તે હવે ચાર દિવસ દોડાવવાનું શરૂ કરાયું છે.

22221 રાજધાની એક્સપ્રેસ મુંબઈના CSMT સ્ટેશનેથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે ઉપડશે જ્યારે 22222 રાજધાની એક્સપ્રેસ હઝરત નિઝામુદ્દીન સ્ટેશનેથી દર મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે દોડાવાશે.

મુંબઈથી આ ટ્રેન સાંજે 4.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. એ 17 કલાક અને પાંચ મિનિટમાં અંતર પૂરું કરશે. હઝરત નિઝામુદ્દીન સ્ટેશનેથી ટ્રેન સાંજે 5.15 વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે સવારે 11.50 વાગ્યે મુંબઈ CSMT પહોંચે છે.

ટ્રેન છ સ્ટેશને ઊભી રહે છે – કલ્યાણ, નાશિક રોડ, જળગાંવ, ભોપાલ, ઝાંસી અને આગ્રા કેન્ટ.

આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ ક્લાસ કોચ છે, તે ઉપરાંત પાંચ એસી ટુ-ટાયર કોચ અને 11 એસી 3-ટાયર કોચ છે. ટ્રેનમાં એક પેન્ટ્રી કાર પણ હોય છે.

હાલ આ ટ્રેનની ટિકિટનું ભાડું છે રૂ. 4,374 (એસી ફર્સ્ટ ક્લાસ), રૂ. 2,519 (એસી ટુ-ટાયર) અને રૂ. 1,736 (એસી 3-ટાયર).