મુંબઈઃ હુરુન ઈન્ડિયા કંપનીના એક અહેવાલ અનુસાર, ભારતમાં કરોડપતિઓ અને મધ્યમવર્ગીય કુટુંબોની સંખ્યા વધી ગઈ છે. હુરુનના વેલ્થ રિપોર્ટ-2020 અનુસાર મુંબઈ દેશનું સૌથી શ્રીમંત શહેર છે. અહીં 16,933 કરોડપતિ કુટુંબો રહે છે. દેશના જીડીપીમાં આ લોકોનો હિસ્સો આશરે 6.16 ટકા છે. બીજા નંબરે નવી દિલ્હી (16,000) અને ત્રીજે કોલકાતા (10,000) આવે છે.
હુરુને નવી કુટુંબ કેટેગરી ઉમેરી છે – નવો મિડલ ક્લાસ. અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં 4.12 લાખ નવા કરોડપતિઓ અને 6.33 લાખ નવા મધ્યમવર્ગીય કુટુંબો વધ્યા છે એવું આ અહેવાલમાં જણાવાયું છે. નવા કરોડપતિઓમાં 3000ની નેટવર્થ 1000 કરોડ રૂપિયાથી વધારે છે અને એમને ‘સુપર રિચ’ની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે નવા મધ્યમવર્ગીય કુટુંબોની 20 લાખ રૂપિયાની વાર્ષિક સરેરાશ આવક છે. સામાન્ય મધ્યમવર્ગી લોકોની સંખ્યા 5.64 કરોડ છે. એમની વાર્ષિક કમાણી આશરે અઢી લાખ રૂપિયા છે.