ડેલ્ટા પ્લસ વેરિયેન્ટથી પહેલું મોતઃ સાત-લોકો સંક્રમિત

મુંબઈઃ કોરોના કાળમાં મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો એક કેસ સામે આવ્યો છે. અહીં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પહેલી મોત નોંધાયું છે. ગુરુવારે મુંબઈના ઘાટકોપરમાં 63 વર્ષીય મહિલાનું ડેલ્ટ વેરિયેન્ટથી મોત થયું છે. 21 જુલાઈએ કોરોના સંક્રમિત થયા પછી 27 જુલાઈએ સારવાર દરમ્યાન મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે તે ડાયાબિટીસ સહિત બીજી અનેક બીમારીઓ હતી, તે ઓક્સિજન સપોર્ટ પર હતી અને સ્ટેરોઇડ અને રેમડેસિવર પણ આપવામાં આવી હતી.

આ મહિલાએ રસીના બંને ડોઝ લીધા હતા અને મુંબઈમાં સાત લોકો ડેલ્ટા પ્લસ વેરિયેન્ટથી સંક્રમિતોમાં તેનો સમાવેશ હતો. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટથી થનારું આ બીજું મોત છે. પહેલો કેસ 13 જૂને નોંધાયો હતો, જ્યારે 80 વર્ષીય મહિલાની ડેલ્ટા પ્લસ વેરિયેન્ટને કારણે મોત થયું હતું. આ મહિલા સંગમેશ્વરની રહેવાસી હતી અને તે મુંબઈથી 330 કિલોમીટર દૂર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, એમ રત્નાગિરિના વધારાના કલેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના 90 કેસો નોંધાયા છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)ના સુજિત સિંહે કહ્યું હતું કે કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસના રૂપમાં- AY1 (B.1.617.2.1), AY2, AY3 અને એક વધુ પ્રકારમાં એમ ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે,  એનો કેસ મહારાષ્ટ્રમાં મળ્યો છે.

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના 65 કેસો નોંધવામાં આવ્યા છે, એ પછીના ક્રમે મધ્ય પ્રદેશ અને તામિલનાડુનું સ્થાન છે.