મુંબઈઃ પોતાની સાથે રૂ. 1.51 કરોડની રકમની છેતરપીંડી કરવામાં આવી હોવાનો આરોપ મૂકીને અહીંના એક વેપારીએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, એનાં પતિ રાજ કુન્દ્રા તથા અન્ય કેટલીક વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ એફઆઈઆર બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદીનું નામ છે નીતિન બારાઈ. એમનો આરોપ છે કે SFL ફિટનેસ કંપનીના ડાયરેક્ટર કાશિફ ખાન, શિલ્પા અને રાજ કુન્દ્રા તથા અન્યોએ 2014ના જુલાઈમાં પોતાને નફો મેળવવા માટે રૂ. 1.51 કરોડનું મૂડીરોકાણ કરવા કહ્યું હતું. SFL કંપનીએ એમને ફ્રેન્ચાઈઝ આપવા તથા પુણે જિલ્લાના હડપસર અને કોરેગાંવમાં એક જિમ્નેશિયમ અને સ્પા શરૂ કરાવી આપવા કહ્યું હતું, પરંતુ એમણે એવું કંઈ આપ્યું નહોતું. બાદમાં જ્યારે બારાઈએ એમના પૈસા પાછા માગ્યા ત્યારે એમને ધમકી આપવામાં આવી હતી.
