ઘરેલૂ હિંસાના કેસ સંભાળવા ફેમિલી કોર્ટ સક્ષમ છેઃ હાઈકોર્ટનો ચુકાદો

મુંબઈઃ એક ઉલ્લેખનીય ચુકાદામાં મુંબઈ હાઈકોર્ટે ઠેરવ્યું છે કે ઘરેલૂ હિંસા કાયદા અંતર્ગત નોંધાતા કેસની કાર્યવાહી હાથ ધરવા માટે અને રાહત આપવા માટે ફેમિલી કોર્ટ સક્ષમ છે. તેથી આવા કેસની કાર્યવાહી મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરી શકાય.

હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કમલ ખતાએ એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે આવા કેસ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાથી પક્ષકારોનો સમય, મહેનત અને પૈસાની બચત થશે, કારણ કે આનાથી કામકાજની બહુવિધતા ટાળી શકાશે.