કુંભમાંથી ફરનારાઓએ ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશેઃ મેયર

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે જે લોકો હરિદ્વારના કુંભમેળામાં ગયા હોય કે જવાના હોય, તેઓ જ્યારે મુંબઈમાં પાછા ફરે ત્યારે એમણે ફરજિયાતપણે સંસ્થાકીય ક્વોરન્ટીન નિયમો અંતર્ગત રહેવું પડશે.

મેયરે કહ્યું છે કે કોરોનાવાઈરસના કેસો ખૂબ મોટી સંખ્યામાં અને ખૂબ ઝડપથી વધી ગયા છે. શહેરમાં દર્દીઓ માટે પથારીઓની સંખ્યા કરતા કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યા અનેકગણી વધારે છે. તેથી જે લોકો કુંભમેળામાં મુંબઈ પાછા ફરે એમણે ફરજિયાતપણે સંસ્થાકીય ક્વોરન્ટીન અવસ્થામાં રહેવું પડશે. હાલને તબક્કે આપણને આ બાબતમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવું પરવડે એમ નથી. ઉત્તર ભારતમાંથી આવનારી ટ્રેનોમાંથી કોરોનાગ્રસ્ત પ્રવાસીઓને શોધી શકાશે અને એમને સ્ટેશનો પરથી જ સીધા ક્વોરન્ટીન કેન્દ્રોમાં મોકલી શકાશે.

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર