આરોગ્યકર્મી, ‘બેસ્ટ’ કર્મચારીઓ, શિક્ષકોને દિવાળીનું બોનસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મહાનગરપાલિકા, ‘બેસ્ટ’ બસ-ઈલેક્ટ્રિક સેવા કંપનીના કર્મચારીઓ તથા શિક્ષકો સહિત આરોગ્ય કર્મચારીઓને દિવાળી તહેવાર નિમિત્તે બોનસ આપવાની જાહેરાત કરી છે.

શિંદેએ કહ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ, મહાનગરપાલિકા સંચાલિત શાળાઓનાં શિક્ષકો, ‘બેસ્ટ’ કંપનીના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે રૂ. 22,000 આપવામાં આવશે જ્યારે આરોગ્યકર્મીઓને એમનાં એક મહિનાના પગાર જેટલી રકમ આપવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકામાં 93,000 કર્મચારીઓ છે, જ્યારે ‘બેસ્ટ’ કંપનીના કર્મચારીઓ, શિક્ષકો અને આરોગ્યકર્મીઓ સહિત 29,000 કર્મચારીઓ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]