ફાલ્ગુની પાઠકનો કંઠ અને ગરબા-નાઈટનો આનંદઃ ખેલૈયાઓ મનમૂકીને નાચ્યાં

દાંડિયા ક્વીન તરીકે જાણીતાં ફાલ્ગુની પાઠકએ નવરાત્રી-2022 કાર્યક્રમ અંતર્ગત મુંબઈના કાંદિવલી (વેસ્ટ) સ્થિત મહાવીર નગરમાં 28 સપ્ટેમ્બર, બુધવારે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને આવેલાં અનેક ગરબાપ્રેમી યુવક-યુવતીઓએ ઉત્સવનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. (તસવીરોઃ દીપક ધુરી)