મુંબઈઃ આ વર્ષ સુપ્રસિદ્ધ સાહિત્યકાર ચુનીલાલ મડિયાનું શતાબ્દી વર્ષ છે. એ નિમિત્તે મડિયાના સર્જન કાર્યને યાદ કરી એમને સાદર ભાવાંજલિ આપવાના હેતુથી કાંદિવલી એજયુકેશન સોસાયટી (કે.ઈ.એસ.) સંચાલિત ‘ગુજરાતી ભાષા ભવન’, ‘પરિવર્તન પુસ્તકાલય’ અને ‘સંવિત્તિ’ સંસ્થા તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠનાં સંયુક્ત ઉપક્રમે શનિવાર તા. ૨ ઓકટોબરે સાંજે પાંચ વાગ્યે કાંદિવલીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત સુપ્રસિદ્ધ સાહિત્યકાર દિનકર જોશી મડિયા સાથેના એમના મીઠાં સ્મરણો વિશે રસપ્રદ વાતો કરશે. આ સાથે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર બહેનો મડિયાના સુપ્રસિદ્ધ નાટક ‘પ્રૉફેસર પુલિન’, ટૂંકીવાર્તા ‘પદ્મજા’ તથા એમના નિબંધ અને કાવ્યોની વાચિક પ્રસ્તુતિ કરશે. આ કાર્યક્રમમાં હાજર રહેવાનું સાહિત્યપ્રેમીઓને જાહેર આમંત્રણ છે.
કાર્યક્રમનું સ્થળ : જયંતિલાલ એચ. પટેલ લૉ કૉલેજ, બીજો માળ, ભોગીલાલ ફડિયા રોડ, કાંદિવલી રિક્રીએશન ક્લબની લાઇનમાં, કાંદિવલી ( વેસ્ટ)
(નોંધ: બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલો ધોરણે. કોરોના સંબંધિત નિયમોનું માસ્ક પહેરીને પાલન કરાશે.)