ઓગસ્ટમાં મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂૂર્વ વિદર્ભ તથા દક્ષિણના કેટલાક ભાગોમાં જોરદાર વરસાદ પડવાની ભારતીય હવાાન વિભાગે આગાહી કરી છે. મુંબઈ શહેર તથા આસપાસના ભાગોમાં બે દિવસથી ઉઘાડ નીકળ્યો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર ધીમે ધીમે વધી શકે છે.

આજે અને આવતીકાલ માટે કરાયેલી આગાહી મુજબ, મુંબઈ શહેર, ઉપનગરો તથા પડોશના જિલ્લાઓમાં આકાશ વાદળછાયું રહેશે અને અવારનવાર હળવો વરસાદ પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]