‘પદ્મવિભૂષણ’ કાર્ડિયોલોજિસ્ટ ડો. બી.કે. ગોયલ (82)નું મુંબઈમાં અવસાન

મુંબઈ – જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને બોમ્બે હોસ્પિટલના માનદ્દ ડીન ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત ડો. બી.કે. ગોયલનું નિધન થયું છે.

ડો. ગોયલે આજે અહીં બ્રીજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 82 વર્ષના હતા.

ડો. ગોયલના પરિવારમાં એમના પુત્ર રાહુલ ગોયલ અને ત્રણ પુત્રી છે – સંધ્યા મિત્રસેન, અલકા ઝુનઝુનવાલા અને વર્ષા સેઠી.

ભૂતપૂર્વ કાર્ડિયોલોજિસ્ટ ડો. ગોયલ ભારતના ટોચના સેલિબ્રિટી વ્યક્તિઓમાંના એક હતા. તેઓ મુંબઈના શેરીફપદે પણ રહી ચૂક્યા હતા.

ભારત સરકારે એમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ખિતાબોથી સમ્માનિત કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]