કૃષિ, આરોગ્ય અને શિક્ષણલક્ષી બજેટ, રુ.782 કરોડની પુરાંત

નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલ આજે 20 ફેબ્રુઆરીએ 14મી વિધાનસભાનું ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 2018-19 માટે રજૂ કર્યું હતું. જીએસટીની અમલવારી પછીનું ગુજરાતનું આ પ્રથમ બજેટ છે.

નાણાંપ્રધાન નિતીન પટેલનું બજેટ સંબોધન

મહેસૂલી આવક રુ.1,40,631.15 કરોડ થશે
મહેસૂલી ખર્ચ રુ. 1,34,633.30 કરોડ થશે
મહેસૂલી પુરાંત રુ.5997 કરોડ થશે

વર્ષ 2018-2019નું 1,83,666 કરોડનું બજેટ રજૂ

અંદાજ અનુસારની પુરાંત 783.02 કરોડ

નશાબંધી દરમાં આબકારી જકાતમાં વધારાને મળનારી આવકઃ 106.32 કરોડ

એકંદરે અંદાજિત પુરાંત- 889.34 કરોડ

વિદેશી દારુ પર આબકારી જકાતમાં 200થી 500 ટકાનો વધારોપંચાયત વિભાગ
*કુલ જોગવાઈ 7239 કરોડ *અર્બન યોજના મરામત કામો માટે 100 કરોડ *સ્વચ્છ ભારત ગ્રામીણ મિશન માટે 700 કરોડ *પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1391 કરોડ *મહાત્મા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના 390 કરોડ *પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 250 કરોડ

અન્ન નાગરિક પુરવઠો
*કુલ જોગવાઈ 1102 કરોડ * રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે 550 કરોડ *અંત્યોદય બીપીએલ પરિવારોને મીઠું- તેલ- ખાંડ આપવા 217 કરોડ *પીએનજી એલપીજી સહાય 78 કરોડ

આદિજાતિ વિકાસ
*કુલ જોગવાઈ 2200 કરોડ *વન બંધુ યોજના હેઠળ 13278 કરોડ *આદિજાતિ વિદ્યાર્થીઓ માટે 508 કરોડ *સરકારી છાત્રાલયો માટે 171 કરોડ * પ્રિમેટ્રિકના 15 લાખ વિદ્યાર્થીઓ માટે 142 કરોડ

સામાજિક ન્યાય અધિકારિતા
*કુલ જોગવાઈ 3641 કરોડ *કુલ 58 લાખ વિદ્યાર્થીને પ્રિમેટ્રીક શિષ્યવૃતિ માટે 374 કરોડ *1થી8 ધો.ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 146 કરોડ *છાત્રાલયોમાં વિનામૂલ્યે રહેવા જમવાની સવલતો માટે 162 કરોડ
*કુંવરબાઈનું મામેરૂ યોજના માટે 30 કરોડ, વિનામૂલ્યે સાયકલ યોજના માટે 64 કરોડ, * સમાજ સુરક્ષાવિભાગની વૃદ્ધ પેન્શન યોજના માટે 474 કરોડ *ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ માટે 506 કરોડ

ગૃહ વિભાગ
*કુલ જોગવાઈ 5420 કરોડ *યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાપન માટે 200 કરોડ *પોલીસદળમાં નવી 5635 જગા સીધી ભરતીથી ભરાશે *રહેણાંક અને બિનરહેણાંક મકાન માટે 360 કરોડ *જિલ્લામથકોએ સીસીટીવી પ્રોજેકટ માટે 102 કરોડ

માર્ગ મકાન
*કુલ જોગવાઈ 9252 કરોડ *મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ * રસ્તાઓ અને પુલો માટે 1346 કરોડ *પ્રગતિપથના માર્ગોને ચાર માર્ગી કરવા 183 કરોડ *અમદાવાદ-રાજકોટ છ માર્ગી બનાવવા 2754 કરોડ *વિશ્વ બેંક સહાયિત પ્રોજેકટ માટે 250 કરોડ *મુખ્ય જિલ્લા માર્ગોને પહોળા કરવા 107 કરોડ

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ

*કુલ જોગવાઈ 12500 કરોડ *સ્વર્ણજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 4540 કરોડ *આંતરમાળખાગત સવલત માટે 2912 કરોડ, પાણીપુરવઠો  ભૂગર્ભ ગટર માટે 1264 કરોડ *મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે 592 કરોડ*છ શહેરો સ્માર્ટ મિશન સિટી માટે 597 કરોડ *શહેરી આવાસ યોજના માટે 1189 કરોડ *અમૃત યોજના માટે 500 કરોડ *સ્વચ્છ ભારત મિશન માટે 255 કરોડ

પાણી પુરવઠો
*કુલ જોગવાઈ 3311 કરોડ *આદિજાતિ વિસ્તારમાં પાણીપુરવઠાની સુવિધા આપવા 10 યોજના શરૂ કરવા 2800 કરોડ * ગ્રામ્ય પાણીપુરવઠા જૂથ યોજના માટે 703 કરોડ * વાસ્મો દ્વારા નળ કનેકશન વધારવા 258 કરોડ

જળસંપત્તિ કલ્પસર
 *કુલ જોગવાઈ 14895 કરોડ *આદિજાતિના લોકો માટે 857 કરોડ *સૌની યોજનાના બીજા તબક્કા માટે 1765 કરોડ  * સુજલામ સુફલામ યોજના માટે 222 કરોડ *જળાશયોની હયાત કેનાલના માળખાના સુદ્રઢીકરણ માટે 380 કરોડ *ટપક સિંચાઇની વ્યવસ્થા સુદ્રઢ કરવા 750 કરોડ *કલ્પસર યોજનામા ખારાશ અટકાવવા 110 કરોડ
સરદાર સરોવર યોજના
*માઈનોર નહેરોના બાંધકામ માટે 4018 કરોડ *ભૂગર્ભ પાઇપલાઇન માટે 1295 કરોડ *સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 899 કરોડ

 

ઊર્જા પેટ્રોકેમિકલ્સ
*કુલ જોગવાઈ 8500 કરોડ *વીજ ઉત્પાદનની નવી યોજના માટે 220 કરોડ જૂના મથકોના આધુનિકીકરણ માટે 214 કરોડ *વીજ પ્રવાહનમાળખાને સુદ્ઢ કરવા 2757 કરોડ, 100 નવા સબસ્ટેશન*કૃષિવિષયક વીજ જોડાણો માટે 1921 કરોડ *વીજ પુરવઠો પૂરો પાડવા 320 કરોડ * સૌર ઊર્જા પંપ આપવા 127 કરોડ

પ્રવાસન
*સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ 281 કરોડ *મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે 22 કરોડ *સાબરમતી આશ્રમમાં લાઈટ સાઉન્ડ શો માટે 20 કરોડ *યાત્રાધામ વિકાસમાં પાવાગઢ, કરનાળી તથા અન્ય યાત્રાધામોના વિકાસ માટે 28 કરોડ *આઠ યાત્રાધામના વિકાસ માટે 15 કરોડ ગીરનારના પગથિયાં માટે 20 કરોડ

ઉદ્યોગ અને ખાણવિભાગ

*કુલ જોગવાઈ 4410 કરોડ* ઉદ્યોગના આયોજનબદ્ધ વિકાસ અને પ્રોત્સાહકનીતિ માટે 850 કરોડ*ધોલેરા એસ આઈ આર વિકાસ માટે 280 કરોડ

મહિલા અને બાળ કલ્યાણ
*કુલ જોગવાઈ 3070 કરોડ* આંગણવાડીના બાળકોને બે જોડી ગણવેશ આપવા 35 કરોડ*આગણવાડી મકાન, તથા અન્ય મકાનો માટે 84 કરોડ*તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો,કિશોરીઓ.સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણક્ષમ આહાર માટે 997કરોડ*પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે માતાઓને 5000 સહાય આપવા 220 કરોડ અને સબલા અને કિશોરી શક્તિ યોજના માટે 314 કરોડ

માર્ગ સલામતી માટે રુ.25 કરોડની જોગવાઈ
ગુજરાત રોડ સેફટી એવૉર્ડ શરૂ કરાશે,યુવા સ્વાલંબન માટે રુ.907 કરોડની જોગવાઈ

કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ
● કુલ જોગવાઈ રૂ.૬૭૫૫ કરોડ
● કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા પાક વીમા સહિત રૂ.1101 કરોડ
●ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધીરાણ માટે 500 કરોડ
● કૃષિ યાંત્રિકીકરણ માટે 295 કરોડ અને કૃષિ વિકાસ માટે 395 કરોડ
● કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ
● જમીન જળ સંરક્ષણ તેમ જ જમીન સુધારણા માટે 548 કરોડ
● ખેતરમાં તારની વાડ માટે 200 કરોડ
● મત્સયોધોગ નિકાસ 3500 કરોડથી વધુ હૂંડિયામણ છે ત્યારે મત્સ્યબંદર વિકાસ માટે 280 કરોડ, વેરામાફી માટે 102 કરોડ
● સહકાર ક્ષેત્રે કોર બેન્કિંગ માટે 70 કરોડ, કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 25 કરોડ
●પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે23 કરોડ તમામ જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડ

યુવા રોજગારી અને સશક્તિકરણ
* યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ
* મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનો ને માસિક રૂ3000 અને ડિપ્લોમાને -રૂ 2000 અને અન્યોને રૂ 1500પ્રોત્સાહક રકમ માટે રૂ272 કરોડ
*પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ 3 લાખની સહાય .માટે 140 કરોડની જોગવાઈ
* વાજપાઈ બેન્કેબલ યોજના માટે રૂ197 કરોડ
*આગામી સમયમા સરકારના વિવિધ વિભાગોમા 30 હજાર નવી ભરતી કરાશે
*મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડ

શ્રમ રોજગાર
*કુલ જોગવાઈ 1732 કરોડ
*આઈ ટી આઈ નવીનીકરણ અને સાધનો માટે 40 કરોડ
*શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે 80 કરોડ નવા 51 કેન્દ્રો શરૂ કરાશે
*22 નવા ધનવંન્તરી આરોગ્ય રથ માટે 18 કરોડઆરોગ્ય અને પરિવાર કલ્યાણ માટેકુલ 9750 કરોડની જોગવાઈ, જેમા આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 4898 કરોડમા વાત્સલ્ય લાભાર્થી માટે 3 લાખની આવક ધરાવતાં  લોકો  લાભ લઇ શકશે, સારવાર મર્યાદા પણ વધારી 3 લાખ થઇઓછા વજન સાથે જન્મેલા બાળક માટે 59 કરોડની જોગવાઈ, 593 નવા પેટા આરોગ્ય કેન્દ્રો ખોલાશે,આશા વર્કર બહેનોને ઈન્સેન્ટીવ માટે રુ.42 કરોડની યોજના

*તબીબી શિક્ષણ માટે 3413 કરોડની જોગવાઈ, સોલા અને ગાંધીનગર મેડિકલ કોલેજ માટે 115:કરોડ
*ગંભીર રોગની સારવારની હોસ્પિટલ સુવિધા માટે 160 કરોડ
*તબીબી સેવાઓ માટે 866 કરોડ 108 ની નવી 100 એમ્બ્યૂલન્સ માટે 22 કરોડ
*ભારતીય તબીબી હોમિયોપેથિક પદ્ધતિના વિકાસ માટે 315 કરોડ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ
* કુલ 9750 કરોડની જોગવાઈ જેમા આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 4898 કરોડ
*મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના માટે 700 કરોડ
*સરકારી હોસ્પિટલોમા વિનામૂલ્યે દવા આપવા માટે રૂ 470 કરોડ
*મુખ્યમંત્રી નિદાન યોજના માટે 165 કરોડ. સીઝનલ રોગ નિયંત્રણ માટે 129 કરોડ
આશાવર્કર બહેનો માટે 242 કરોડ, ખીલખીલાટ યોજનામાં 8 કરોડની જોગવાઇ

મેડિકલ કોલેજોઃ સોલા, ગાંધીનગર સિવિલમાં વિસ્તૃતિકરણ 115 કરોડ, તબીબી સેવાઓ માટે 866 કરોડની જોગવાઇ

સીનિયર સીટિઝન માટે નવી યોજનાઃ 6 લાખની આવક ધરાવતાં કુટુંબના વડીલ માટે સારવાર માટે 6 લાખ મર્યાદા વધારી, ગંભીર બિમારી, ની રીપ્લેસમેન્ટ સહિતની સર્જરી માટે એક પગ માટે 40,000 અને બે પગ માટે 80,000ની સહાય રાશિ, રાજ્યના 3 કરોડ નાગરિકોને લાભ મળશે

પેટાઆરોગ્ય કેન્દ્રો માટ 470 કરોડની જોગવાઇ, મેલેરીયા નિયંત્રણ માટે 129 કરોડ, 122 નવા પીએચસી બનશે

શિક્ષણવિભાગ માટે કુલ 27,500 કરોડની જોગવાઇઃ ટેબલેટ યોજના ચાલુ રહેશે,કોલેજમાં આવતાં નવા 3 લાખ વિદ્યાર્થીઓને 1000ના ટોકન દરે અપાશે, જીટીયુ માટે 1 કરોડની જોગવાઇ, સ્ટાર્ટઅપ માટે 1 કરોડ,

*કન્યાઓને નિવાસી વ્યવસ્થા માટે 69 કરોડ
*અન્ન ત્રિવેણી યોજના હેઠળ અનાજ પુરૂ પાડવા 68 કરોડ
*ધો 6થી 8 મા 1250 શાળાઓમા સાયન્સ સેન્ટર માટે 37 કરોડ
*નવા નમો ટેબ્લેટ 1000 કરોડના ટોકન દરે ટેબલેટ આપવા 150 કરોડ
* દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ
*સરકારી યુનિ.કોલેજોના નવીનીકરણ માટે 257 કરોડ
*મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ભાટે 907 કરોડ 140લાખ વિદ્યાયાર્થીઓને લાભ

ફી નિયમનઃ નવા વર્ગ ખંડો બનાવવા 673 કરોડ, આદિવાસી બાળકો માટે 37 કરોડની યોજના નિવાસી શાળાઓ માટે 79 કરોડની જોગવાઇ

કુપોષણ દૂર કરવા પછાત જિલ્લામાં 377 કરોડ રુપિયાની જોગવાઇ દૂધ વિતરણ માટે

મધ્યાહ્ન યોજના માટે 1081 કરોડની ફાળવણી

શ્રમ અન્નપૂર્ણા યોજનામાં શ્રમિકોને ભોજન માટેની યોજનામાં 80 કરોડની જોગવાઇ, નોંધાયેલા શ્રમયોગીઓને સ્ટીલના થાળીવાટકા-તપેલી જેવા રસોઇના વાસણ આપવા 10 કરોડની જોગવાઇ

લઘુઉદ્યોગોમાં કામ કરતી બહેનોને પગાર ઉપરાંત 4000 રુપિયાની જોગવાઇ, ધનવંતરી યોજનામાં 22 નવા રથનો ઉમેરો કરાશેયુવા રોજગારી માટે ખાસ યોજનામાં 785 કરોડની જોગવાઇ, એપ્રેન્ટિસ માટે-ગ્રેજ્યુએટ્સ માટે 272 કરોડની ફાળવણી, એપ્રેન્ટિસ માટે 2.5 ટકા અનામત, ઓછુ ભણેલાંને 1500 અપાશે, સ્વસહાય યોજનામાં 136 કરોડની જોગવાઇ

તબેલા બનાવવાં 140 કરોડની જોગવાઇ, એક તબેલો બનાવવા 3 લાખની સહાય

માછીમારો હાઇસ્પીડ ડિઝલ સબસિડી માટે 102 કરોડ,માછીમારોના કલ્યાણ માટે મત્સ્યોદ્યોગ માટે 280 કરોડ,આધુનિક હોડીઓ માટે 62 કરોડની જોગવાઇ, તળાવો વિકસાવવા 3 કરોડ, અકસ્માત વિમાની સગવડ

કાંટાળી વાડ બનાવવા 200 કરોડની સબસિડી,મધમાખી પ્રોજેક્ટમાં 2000 કરોડ, બે વેટરનરી કોલેજ સ્થપાશે, પશુપાલનની સાધન સામગ્રી માટે 36 કરોડઈરિડેશન પ્રોજેક્ટ ઉભા કરાશેકૃષિ મહોત્સવ માટે 30 કરોડની જોગવાઈ

14,200 ખેડૂતો માટે 82 કરોડની યોજના,સમયસર ખાતર મળે તે માટે આયોજન,કોંગ્રેસે ખેડૂતોનું લોહી ચૂસ્યું છેઃ નિતીન પટેલ

6 નવી એકલવ્ય રેસિડન્સી સ્કૂલ બનાવાશે,ખેલ મહાકુંભ માટે રુ.76 કરોડની યોજના

રાજ્યની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે,ગુજરાતની સમૃદ્ધિમાં વધારો થયો છે

રુ.782.02 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ

હર્ષદભાઈ રીબડીયાએ મગફળી બતાવીને વિરોધ દર્શાવ્યો,કોંગ્રેસના ધારાસભ્યોનો વિધાનસભામાંથી વૉકઆઉટ

નિતીન પટેલે જણાવ્યું તેમની નિષ્ફળતા પચતી નથી. કોંગ્રેસનું કામ ખાલી ચણો વાગે ઘણો જેવું છે.

ખેડૂતો માટે 6755 કરોડની જોગવાઇ, ખેડૂતો માટે સરકાર સકારાત્મક

નાણાંપ્રધાન નિતીન પટેલે કેન્દ્ર સરકાર અને નાગરિકોનો ઋણસ્વીકાર કરવા સાથે જણાવ્યું હતું કે અમારી સરકારે મજબૂત પાયા પર વિકાસના પથ પર રાજ્યને મૂક્યું છે.

અહેવાલ- ભરત પંચાલ અને પારુલ રાવલ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]