મુંબઈની રેલવે-યોજનાઓ માટે બજેટમાં રૂ.1,121 કરોડની ફાળવણી

મુંબઈઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ 2023ના કેન્દ્રીય બજેટમાં દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈમાં અનેક પ્રકારના મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સ (MTPs)ના અમલીકરણ માટે રૂ. 1,121 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP) માટેના ભંડોળમાં 91 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂ. 1,121 કરોડમાંથી રૂ. 1,100 કરોડ એકલા MUTP માટે વપરાશે. ગયા વર્ષે MUTP માટેની ફાળવણી રૂ. 577 કરોડ હતી.

મુંબઈમાં ઉપનગરીય ટ્રેન નેટવર્કની ક્ષમતા વધારવા તથા વિસ્તરણ કરવા માટેની યોજનાઓ હાથ ધરવા માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે.