અનંતને મોટા ભાઈએ આપી મોંઘી ગિફ્ટ

મુંબઈઃ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં નાના પુત્ર અનંતની હાલમાં જ રાધિકા મરચંટ સાથે સગાઈ થઈ. એનો ભવ્ય સમારંભ ગયા મહિને મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટીલિયામાં યોજવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, અનંતને સગાઈના પ્રસંગે એમના મોટા ભાઈ આકાશ અંબાણીએ ગિફ્ટમાં કાર્ટિયર પેન્થર બ્રોચ આપ્યું છે. સગાઈ વખતે અનંતે જે કુર્તા પહેર્યો હતો એની પરના કોટ પર કાર્ટિયર પેન્થર બ્રોચ લગાડ્યું હતું. 51 નીલમ અને બે પન્ના રત્નો જડિત 18 કેરેટના પેન્થર ડી કાર્ટિયર બ્રોચ સેટની કિંમત અંદાજે રૂ. 1 કરોડ 32 લાખ 51 હજાર છે. આ દુર્લભ એવા બ્રોચમાં 606 અનકટ હિરા છે. જેમાંનો એક ઓનિક્સ હિરો છે. આકાશે આ બ્રોચને પેન્થર (ચિત્તો કે દીપડો)ના આકારનું બનાવડાવ્યું છે. કાર્ટિયર પેન્થર બ્રોચ પ્લેટિનમ અથવા સોનાનું બનાવવામાં આવ્યું છે. એમાં હિરા જડવામાં આવ્યા છે. જ્યારે આ પેન્થરની ચમકતી આંખો પન્નાથી બનાવવામાં આવી છે. આ પેન્થર બ્રોચની રચના 1914માં કાર્ટિયરની ત્રીજી પેઢીના જેક્સ કાર્ટિયરે કરી હતી. અનંત અંબાનીના બ્રોચને મોડીફાઈ કરવામાં આવ્યું છે. તેથી એની કિંમત વધારે હોઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]