વિડિયો આમંત્રણપત્રિકાઃ આકાશ અંબાણી, શ્લોકા મહેતાની સગાઈની

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ આવતી 30મી જૂને મુંબઈમાં યોજવામાં આવી છે. અંબાણી પરિવારમાં આવી રહેલો ખાસ પ્રસંગ વિશેષ રીતે ઉજવવામાં આવી રહ્યો છે, તે આકાશ-શ્લોકાની સગાઈની સાવ અલગ સ્ટાઈલની આમંત્રણપત્રિકા પરથી જાણી શકાય છે.

ભારતના સૌથી ધનાઢય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી તેમજ રસેલ-મોના મહેતાની પુત્રી શ્લોકાનાં લગ્નની વાતો ચોમેર ચાલી રહી છે. ગઈ 24 માર્ચે બંનેની પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની ગોવામાં ફેમિલી ફંક્શન રૂપે યોજવામાં આવી હતી.

અને હવે તેમની સગાઈના આમંત્રણની એક ઝલક એક મિનિટની વિડિયો ક્લિપના રૂપે અંબાણી પરિવારનાં સગાંઓને મોકલવામાં આવી છે. આ આમંત્રણ મુકેશ-નીતા અંબાણી અને એમના નાના પુત્ર અનંત તથા પુત્રી ઈશા તરફથી મોકલવામાં આવ્યું છે. આ વિડિયો ક્લિપમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનો ફોટો છે. અને બેકગ્રાઉન્ડમાં ‘કાઈ પો છે’  ફિલ્મનું પોપ્યુલર ગીત ‘શુભારંભ” વાગી રહ્યું છે. તેમાં જણાવાયું છે કે સગાઈ આગામી 30મી જૂને તેમના નિવાસસ્થાને યોજવામાં આવી છે. વિધિવત્ આમંત્રણ હવે પછી મોકલવામાં આવશે. લગ્ન ડિસેમ્બરમાં યોજાવાની ધારણા છે.

આકાશ અને શ્લોકા બાળપણનાં મિત્રો છે. અને ધીરૂભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણ્યાં છે. શ્લોકા હીરાના ઉદ્યોગપતિ રસેલ મહેતાની દીકરી છે. અને એમની રોઝી બ્લ્યૂ ડાઈમન્ડ કંપનીની હેડ છે.

ઈશા અંબાણીએ શ્લોકા વિશે જણાવ્યું છે કે, ‘શ્લોકા લાંબા સમયથી અમારા પરિવાર સાથે જોડાયેલી છે. મારા જીવનના દરેક તબક્કે મેં શ્લોકાને જાણી છે. હું બહુ જ ખુશ છું કે શ્લોકા હવે અમારી ફેમિલીમાં ઓફિશિયલી જોડાશે.’

જુઓ આકાશ-શ્લોકાની સગાઈની વિડિયો આમંત્રણપત્રિકા…

httpss://www.instagram.com/p/BjnTEzbgXOL/?taken-by=bollywood.chachi.420

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]