મુંબઈ: આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ કરી કમાલ

આર્થિક રાજધાનીમાં મુંબઈમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ છે. શહેરમાં ગુજરાતી માતૃભાષાની શાળાઓ પણ એટલી જ છે. આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ એક મોટી સિદ્ધિ મેળવી છે. કુલ 61 શાળાઓમાંથી 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. વિપરીત સંજોગોમાં પણ શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે.

મુંબઈમાં વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી મીડિયમમાં ભણાાવવાનો વધારે આગ્રહ રાખે છે. જોકે તેમ છતાં ગુજરાતી શાળાઓએ પોતાની જગ્યા બનાવી રાખી છે. મુંબઈ ગુજરાતી સંગઠન હંમેશાં ગુજરાતી માતૃભાષાની શાળાઓને પ્રોત્સાહન આપવામાં આગળ રહ્યું છે. મુંબઈ સંગઠનના ભાવેશ મહેતાએ જણાવ્યું કે મુંબઈમાં બધાને એવું લાગે છે કે ગુજરાતી માતૃભાષાની શાળાઓ ક્યાં છે? જ્યારે કે માતૃભાષાની અર્ધસરકારી કુલ 61 શાળાઓ છે. દરેક વિસ્તારની નજીક એક તો ગુજરાતી શાળા છે જ. ગુજરાતી તરીકે આપણી ફરજ છે કે જેટલી ગુજરાતી શાળા છે તેને ટકાવી રાખીએ. શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. તેમજ શાળાઓના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. ગુજરાતી માતૃભાષાની શાળાઓને ટકાવી રાખાવા માટે અમારી આખી એક ટીમ કામ કરી રહી છે. જે 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે એ પણ પ્રશંસનીય છે.

100 ટકા પરિણામ લાવનાર શાળાની યાદી

1.મણીબેન નાનાલાલ હરિચંદ હાઇસ્કૂલ (દાદર)
2.સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (કાંદીવલી વેસ્ટ)
3.લીલાવતી લાલજી દયાળ (ચર્નીરોડ)
4.ચંદારામજી હાઇસ્કુલ (ચર્ની રોડ)
5.શેઠ જી એચ હાઇસ્કુલ (બોરીવલી પૂર્વ)
6.શ્રી એન બી ભરવાડ ગુજરાતી હાઈસ્કૂલ (દહિસર પૂવૅ)
7.લાયન એમ પી ભૂતા સાર્વજનિક સ્કૂલ (સાયન)
8.જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ (મલાડ પૂર્વ)
9.સંઘવી કેશવલાલ મણિલાલ હાઈસ્કૂલ.(પૂના)
10.રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી સ્કૂલ (પૂના)
11.આઇ બી પટેલ વિદ્યાલય (ગોરેગામ પ.)
12.શિવાજીપાર્ક લાયન્સ હાઇસ્કૂલ ( માટુંગા) )
13.આર સી પટેલ હાઇસ્કૂલ (બોરીવલી પ.)
14.જે. એચ. પૌદાર. હાઇસ્કૂલ( ભાયંદર વેસ્ટ)
15.શેઠ એન એલ હાઇસ્કૂલ (મલાડ પ.)
16.આર એસ જી કે આર (કલ્યાણ પ.)
17.મૂળજીભાઈ માધવાણી મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ (વિલે પાર્લે પ.)
18.એસ એચ જોંધલે વિદ્યામંદિર (ડોબિવલી)
19.શ્રી બી જી છાયા (અંબરનાથ)
20.શેઠ આર પી વિદ્યાલય (નાસિક)
21.શ્રીમતી ગોકળીબાઈ પીતાંબરદાસ (પાર્લે)
22.શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ હાઇસ્કૂલ ( થાણા)
23..શ્રીમતી સુરજબા વિદ્યામંદિર (જોગેશ્વરી)
24.સંસ્કારધામ વિદ્યાલય (ગોરેગામ)
25.સમારફિલ્ડ સ્કૂલ (નાલાસોપારા)
26.સર બી જે ગર્લ્સ (ગોરેગામ)
27.માતોશ્રી ગંગાબા શિવજી કોઠારી (સાંગલી)