ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી કાલથી શરૂ થશે. જેમાં વિધાનસભામાં પેપરલેસ સેવાઓનું લોકાર્પણ થશે તેમ અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે. ગૃહમાં પ્રશ્ન પુછવો, પ્રશ્નનોનો ડ્રો હવેથી ઓનલાઈન થશે. તથા વિધેયકની માહિતી ઓનલાઈન મુકવામાં આવશે. તેમજ પ્રેસિડેન્ટ ઓફ ભારત જ કાર્યક્રમમાં લખાશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે ત્યારે વિધાનસભાની કાર્યવાહીને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભાના ચોમાસું સત્ર પહેલા વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું છે કે આ વખતે વિધાનસભાની કાર્યવાહી પેપરલેસ થવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભામાં પેપરલેસ સેવાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આગામી 13 સપ્ટેમ્બરના રોજ પેપરલેસ સેવાઓનું રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ @ChaudhryShankarનો સુંદર નિર્ણય
ગુજરાતની વિધાનસભા આવતીકાલથી પેપરલેસ બનશે.
નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA) માટે ગુજરાત વિધાનસભા સજ્જ થઈ ગઈ છે. #Gujarat #GujaratAssembly @InfoGujarat pic.twitter.com/Rjjtoo7C1l
— Samir Parmar (@SamirParmar47) September 11, 2023
આખો દેશ ભારત લખે છે તો બીજો કોઈ પ્રશ્ન નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભામાં તમામ માહિતી ઓનલાઈન મૂકવામાં આવશે. તેમજ પેટા પ્રશ્નો, ભૂતકાળના અધ્યક્ષના આદેશો ઓનલાઈન જાણી શકાશે, વિધાનસભાની એપ અને ઈ સરકાર એપને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. તો, કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના નામને લઈને પણ વિધાનસભા અધ્યક્ષે નિવેદન આપતા કહ્યું હતું કે કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત જ લખવામાં આવશે. આખો દેશ ભારત લખે છે તો બીજો કોઈ પ્રશ્ન નથી.