ઓટો રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ

અમદાવાદ: શહેરની કેટલીક ઓટો રિક્ષા પર ‘રોજગાર બચાવો આંદોલન’ના પોસ્ટર્સ શહેરના તમામ ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોને જાણ કરતાં જોવા મળ્યા. જેમાં 7/9/2026 થી 10/9/2026 સુધી બંધના એલાનની જાહેરાતો કરવામાં આવી છે. રિક્ષા ચાલકોની આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.અમદાવાદના રિક્ષા ચાલકો કેબ બાઈક સાથે ઓનલાઈન કામ કરતી વિવિધ કંપનીઓ સામે રોષ છે. કેબ બાઈક ઓનલાઈન પેસેન્જર સેવાઓ આપતી કંપનીઓની કામગીરીમાં પારદર્શિતા નથી, એવું રિક્ષા ચાલકોના કેટલાક સંગઠનો માને છે.રિક્ષા ચાલકોની આજ સવારથી દશ તારીખ સુધીની હડતાળમાં કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી. વિરોધના કારણે મુસાફરો હેરાન પણ થયાં. શહેરના મુખ્ય માર્ગો પર મોટાભાગના વિસ્તારોમાં ઓટો રિક્ષાઓ ચાલતી જોવા મળી રહી છે. એટલે વિવિધ સંગઠનોએ આપેલી હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)