નવી દિલ્હીઃ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાટો આવ્યો છે. હવે ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ પર દિલ્હીની જનતા સાથે ઠગાઈ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે વર્ષ 2025 ચાલી રહ્યું છે પરંતુ હું 2026ની વાત કરવા આવ્યો છું, કારણ કે, 2025 નાણાકીય વર્ષ છે અને દારૂ કૌભાંડ રૂ. 2026 કરોડનું છે. દિલ્હીમાં પાઠશાળાના બદલે મધુશાળા બની, આ લોકો ઝાડુ પરથી દારૂ પર આવી ગયા.
તેમણે કહ્યું હતું કે દિલ્હીમાંથી આપદા દૂર થાય તે જરૂરી છે. એ પાર્ટીના CM અને ડેપ્યુટી CM પણ જેલમાં ગયા. કોરોના મહામારી સમયે સુવિધાઓનો અભાવ હતો, જનતા પરેશાન હતી, પરંતુ આમ આદમી પાર્ટી મસ્ત હતી. કારણ કે તે સમયે દારૂ કૌભાંડની યોજના બની રહી હતી. દારૂ કૌભાંડના કિંગપિન અરવિંદ કેજરીવાલ છે. દિલ્હીને 2026 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થયું હતું.દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની 10 વર્ષની આ યાત્રા કૌભાંડો અને પાપોથી ભરેલી રહી છે. તેઓ સ્વરાજની વાત કરતા હતા, પરંતુ સ્વરાજ પરથી દારૂ પર આવી ગયા. તેમના આઠ મંત્રીઓ, 15 ધારાસભ્યો, 1 સાંસદ અને મુખ્યમંત્રી અને ડેપ્યુટી CM પણ જેલમાં ગયા. આઝાદી પછી ભારતમાં એવી કોઈ સરકાર નહોતી, જેણે AAP જેટલા પાપ કર્યાં હોય, એમ તેમણે કહ્યું હતું.
दिल्ली में आम आदमी पार्टी ने पाठशाला बनाने की बात कहकर जगह-जगह मधुशाला खुलवा दी।
सीएजी के 10 मुख्य मुद्दों की जांच रिपोर्ट के अनुसार, आम आदमी पार्टी द्वारा दिल्ली शराब घोटाले की वजह से ₹2,026 करोड़ का राजस्व नुकसान हुआ है।
सीएजी रिपोर्ट के निष्कर्षों ने एक बार फिर यह साबित… pic.twitter.com/ZzJMNpa2wz
— Anurag Thakur (@ianuragthakur) January 11, 2025
તેમણે સવાલ કર્યો હતો કે આખરે આમ આદમી પાર્ટીનો ચહેરો છે કોણ? CM આતિશી પોતાને CM નથી માનતાં. તેમના નેતૃત્વમાં પાર્ટી ચૂંટણી લડતી નથી. આમ આદમી પાર્ટી પાસે એક ઈમાનદાર ચહેરો પણ નથી. દિલ્હીની જનતાએ તેમને સત્તામાંથી હાંકી કાઢવાનું મન બનાવી લીધું છે. દિલ્હીના લોકો હવે ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. પીએમ મોદીના નેતૃત્વમાં દિલ્હીના લોકોને કેન્દ્રીય યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં કરેલા વાયદા 100 ટકા લાગુ કરાશે.