LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

એલઆરડી ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર આ લિસ્ટ મુકવામાં આવ્યું છે. જેમાં કુલ 11,295 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લિસ્ટ જોવા માટે બોર્ડની વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો.

ભરતી બોર્ડે ઉમેદવારોને મહત્વની સૂચના આપતા જણાવ્યું કે, પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બાદ ઉમેદવારોને Self Declaration Form ઓનલાઈન ભરી PDF ફાઈલ અપલોડ કરવા રહેશે. OTP વેરિફિકેશન બાદ જ પ્રક્રિયા પૂર્ણ ગણાશે. ઉમેદવારો 3 ડિસેમ્બર 2025ના રાત્રે 11:59 વાગ્યા સુધી Self Declaration અપલોડ કરી શકશે.

જો કે આ પહેલા 29 નવેમ્બરના રોજ PSI અને LRD કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરતી કરવા માટેની મોટી જાહેરાત કરવામાં આવી છે. જેથી મોટા ભાગના યુવાઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. યુવાઓને એક સોનેરી તક આપવામાં આવી છે. ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુઘી ઓનલાઈન અરજી કરી શકશે.