રાજકોટ: લોકસભા ચૂંટણી માટે અંતે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. આમ હવે રાજકોટ બેઠક ઉપર રૂપાલા અને ધાનાણી વચ્ચે જંગ નક્કી થઈ ગયો છે.આજે સવારે 11 વાગ્યે શહેરના બહુમાળી ભવન ચોકમાં ઇન્ડિયા ગઠબંધનની એક વિશાળ સભા યોજાઈ હતી. આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપરાંત જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રતાપ દુધાત ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો અને ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી હતી. નેતાઓએ પરેશભાઈને જીતાડી ભાજપનો અહંકાર ઓગાળવા લોકોને અપીલ કરી હતી.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નીશુ કાચા)