કોલકાતા મર્ડર કેસ: ભાજપ નેતા સામે પોલીસની કાર્યવાહી

કોલકાતા ડોક્ટર મર્ડર કેસ કોલકાતા પોલીસે મહિલા ડોક્ટર મર્ડર કેસમાં ખોટી માહિતી આપવાના આરોપમાં બે ડોક્ટર કુણાલ સરકાર અને સુવર્ણા ગોસ્વામીને સમન્સ પાઠવ્યા છે. આ સાથે પીડિતાની ઓળખ છતી કરવાના મામલામાં ભાજપના પૂર્વ સાંસદ લોકેટ ચેટરજીને સમન્સ પાઠવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આ ત્રણ લોકો સિવાય પોલીસે ઘટના અંગે ખોટી માહિતી ફેલાવવા બદલ અન્ય 57 લોકોને પણ સમન્સ જારી કર્યા છે.

આજે બપોર સુધીમાં હાજર થવા જણાવ્યું હતું

અધિકારીએ જણાવ્યું કે ડૉ. કુણાલ સરકાર અને ડૉ. સુવર્ણા ગોસ્વામીને રવિવારે બપોરે 3 વાગ્યે લાલબજારમાં કોલકાતા પોલીસ હેડક્વાર્ટરના અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે આ લોકો પર પીડિતાની ઓળખ છતી કરવાનો, અફવા ફેલાવવાનો અને ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે.