યુપીના બુલંદશહરમાં ભયાનક માર્ગ અકસ્માત, 10ના મોત

358

ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને મેક્સ (પિકઅપ) વાહન વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. જેના કારણે 10 લોકોના મોત થયા છે અને 37 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા પોલીસ પહોંચી અને ગ્રામજનોની મદદથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. જ્યાં તેની સારવાર ચાલુ છે. તે જ સમયે, પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

ઘટના અંગે માહિતી આપતા બુલંદશહરના ડીએમ સીપી સિંહે કહ્યું કે કુલ 10 લોકોના મોત થયા છે. જ્યારે 37 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ અને મેક્સ વાહન વચ્ચે સામસામે અથડાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.